Monthly Archives: December 2012

Share this, if you feel for the Delhi Gang-rape Victim- Thank you

Copied from a Facebook Post (photo not authenticated):
Delhi Gangrape Victim
She was a student. She was 23. She was
coming back from a date with her
boyfriend. Her fault: she boarded the
wrong bus. And oh yeah, SHE WAS A GIRL!
Six men raped her one by one and then used an iron rod to tear her vagina, small intestine and large intestine . They left
her to die on the road. Naked. Wounded. Exposed. Devastated.What’s more no one
even turned to look at her. No one even
bothered to throw a shawl on the ill-clad,
ill-fated girl. She can never lead a normal
married life again. She has gone into coma
five times since 16th December. She is unconscious,
critical and hasn’t been able to stop crying.

But don’t worry, she wasn’t
your sister. She wasn’t your daughter.But
she could be. The brutality has to stop
right here guys. These people deserve
capital punishment for their heinous, perverted act.

I VOTE FOR A CAPITAL PUNISHMENT! Please show her that you
care. Please show her that you all are there for here.

Maybe that’s all she will ever have to live by.
I didn’t know her. But she is related to me by the universal bond of humanity.
From a girl who doesn’t want to face the same fateMY HUMBLE REQUEST PEOPLE PLEASE SHARE IT AS YOUR STATUS AND TELL ANYONE AND EVERYONE YOU KNOW.
USE PHONE, BBM, WHATSAPP, FACEBOOK, TEXT MESSAGES. INFORM AS MANY PEOPLE YOU KNOW. 

DO THIS FOR HER. DO THIS FOR YOURSELF. SHE NEEDS YOUR
SUPPORT, NOT SYMPATHY………

Advertisements

An Appeal to my countrymen(in English) A moving article in Gujarati on Delhi Gang rape

My countrymen and Women:

The gang rape in Delhi has shaken all of us to the core. But what next? Some demonstrations, some angry articles, endless discussions in media and in public places and then back to where we were?

It does not have to be that way. A will to change status quo can turn this tragedy into an opportunity to fundamentally alter our collective behavior  and force a rethinking on how we tackle such horrendous crimes.  See this excerpt from an article in New York Times (in relation to the Newton massacre of elementary school children and teachers) on how drunken driving laws were changed by leadership of one bereaved mother.

My friends in Bharat, do not forget the rape of this innocent woman. Do not let your passions get cold. Make it your mission to root out this scourge from Delhi and other cities of Bharat. This is a challenge to all the people who call themselves decent human beings and who take pride in their culture (be it Hindu, Muslim, Christian or anyone else). Resolve to see that the culprits are dealt with severely and then put  a light under the seat of our politicians and police, so that the laws are changed and police do their job. We have seen too many action films where hero demolishes the corrupt and the criminal. Now time has come for us to be the real world hero and each one of us can be that. Let us save our sisters, mothers and wives from magnetite similar fate.

Gauarang G.. Vaishnav

 

http://www.nytimes.com/2012/12/18/opinion/nocera-lets-get-madd-about-guns.html?hp&_r=1&

OP-ED COLUMNIST

Let’s Get M.A.D.D. About Guns

By JOE NOCERA

Published: December 17, 2012

“On May 3, 1980, a 13-year-old girl named Cari Lightner was killed by a drunken driver. A terrible alcoholic, the man had three prior drunken driving convictions. He had just come from a bar, on the back end of a three-day binge.

Fred R. Conrad/The New York Times

Joe Nocera

Opinion Twitter Logo.

Connect With Us on Twitter

For Op-Ed, follow@nytopinion and to hear from the editorial page editor, Andrew Rosenthal, follow@andyrNYT.

Readers’ Comments

Readers shared their thoughts on this article.

Within weeks, Cari’s mom, Candy Lightner, co-founded M.A.D.D., or Mothers Against Drunk Driving. All over the country, mothers fed up with the unwillingness of politicians to do anything about drunken driving flocked to the organization. Within a few years, M.A.D.D. had persuaded President Ronald Reagan to support a national drinking age of 21, and it had pushed through state laws toughening the penalties for driving while intoxicated. Perhaps most important, M.A.D.D. turned a dangerous behavior that had long been socially acceptable into a taboo….”

 

Courtesy: http://www.sandesh.com

 

દેશની દીકરીઓ ક્યાં સુધી હેવાનોનો શિકાર બનશે ? (ચીની કમ)

Dec 19, 2012 Supplements > Columnist
Bookmark The Article
દિલ્હીમાં ૨૦૧૨ના વર્ષમાં ૬૩૫ બળાત્કાર ૯૪ ટકા બળાત્કાર પરિચિતો દ્વારા જ થયા

સુપ્રસિદ્ધ મરાઠી લેખિકા મુક્તા મનોહર લિખિત અને કિશોર ગૌડ અનુવાદિત એક પુસ્તક છે : ‘નગ્ન સત્ય.’ આ પુસ્તક છે દેશમાં રોજેરોજ બનતી બળાત્કારની ઘટનાઓ વિશે. તેના પહેલા જ પ્રકરણમાં ઉલ્લેખ છે કે રોજેરોજ અખબારોમાં આવતી બળાત્કારની ઘટનાઓ લોકોને અસ્વસ્થ કરી દે છે. દા.ત. (૧) શિક્ષકે વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યો (૨) લગ્નની લાલચ બતાવીને એક વિદ્યાર્થીએ એક ઈરાની છોકરી પર બળાત્કાર કર્યો (૩) પિતાના અવસાન બાદ એકલી પડી ગયેલી બાળકી પર પિતાના મિત્રોએ જ બળાત્કાર કર્યો (૪) ઇંગ્લેન્ડમાં પિતાએ જ પુત્રી પર વારંવાર બળાત્કાર કર્યો અને પુત્રીને ભોંયરામાં ગોંધી રાખી. એ સંબંધથી એને બાળકો પણ થયાં (૫) મરીન ડ્રાઈવ પર મિત્ર સાથે ફરવા ગયેલી યુવતી પર પોલીસ ચોકીમાં જ બળાત્કાર (૬) બંગલુરુમાં આઈ.ટી. એન્જિનિયર તરીકે કામ કરતી યુવતીને ટેક્સી ડ્રાઈવર ભગાડી ગયો અને પહેલાં બળાત્કાર કર્યો તે પછી તેની હત્યા કરી નાખી (૭) આસામમાં મનોરમા દેવી પર લશ્કરના જવાનોએ બળાત્કાર કર્યો.

દેશ શર્મસાર

સમાજના નગ્ન સત્ય જેવા દિલ્હીની તાજેતરની બળાત્કારની ઘટનાએ આખા દેશને શર્મસાર કરી દીધો છે. દક્ષિણ દિલ્હીના વસંતવિહાર વિસ્તારમાં રવિવારની રાતે દોડતી એક બસમાં પેરા મેડિકલની વિદ્યાર્થિની સાથે તેના જ મિત્રની હાજરીમાં તેના પર સામૂહિક બળાત્કાર થયો. તેને લોહીલુહાણ કરી દઈ વિદ્યાર્થિનીને અને તેના મિત્રને સખત રીતે ઘાયલ કરી નિર્વસ્ત્ર હાલતમાં બસની બહાર ફેંકી દેવાઈ. આ ઘટના વખતે બસમાં ૭ જણ મોજૂદ હતા. આ સાતેય વ્યક્તિઓએ વિદ્યાર્થિની પર વારાફરતી બળાત્કાર કર્યો. પ્રાઈવેટ બસના ગ્લાસ બ્લેક હતા. અંદરથી પરદા પણ લગાવેલા હતા. આ ઘટનાએ દિલ્હીની પહેચાન બદલી નાખી છે. વર્ષોથી ‘દિલવાલોં કી નગરી’ તરીકે ઓળખાતું દિલ્હી હવે ગુનેગારોનું કેપિટલ બની રહ્યું છે. રાતના આઠ વાગ્યા પછી યુવતીઓ બહાર નીકળતાં ફફડી રહી છે. દેશની વિવિધ કોર્ટોમાં ૨૪ હજારથી વધુ બળાત્કારના કેસ પેન્ડિંગ છે. કેટલાક તો ૧૦ વર્ષ કરતાં જૂના છે.

૬૩૫ બળાત્કાર

દિલ્હીની આ પહેલી ઘટના નથી. ૨૦૧૧માં એકમાત્ર દિલ્હીમાં જ ૫૭૨ જેટલા બળાત્કારના કિસ્સા નોંધાયા હતા. ૨૦૧૨માં તા. ૧૭ ડિસેમ્બર સુધીમાં ૬૩૫ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે. એકમાત્ર ચાલુ ડિસેમ્બર મહિનાની જ વાત કરીએ તો એક મહિનામાં દિલ્હીમાં બળાત્કારની આઠ ફરિયાદો નોંધાઈ છે. તે અગાઉ જે ખતરનાક ઘટનાઓ ઘટી (૧) તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ દિલ્હી સ્થિત યુવતી પર વલ્લભપુરા ફ્લાયઓવર પર આઠ જણે એક કારમાં સામૂહિક બળાત્કાર કર્યો. (૨) તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ કાન્જવાલા વિસ્તારમાંથી ૧૭ વર્ષની એક બાળાનું અપહરણ કરી કારમાં જ બે યુવાનોએ બળાત્કાર કર્યો. (૩) તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ મણિપુરની ૨૦ વર્ષની યુવતી પર દિલ્હીના દ્વારકા વિસ્તારમાં કારમાં લિફ્ટ આપનાર વ્યક્તિએ બળાત્કાર કર્યો. (૪) તા. ૨૭ જૂન, ૨૦૧૧ના રોજ ઉત્તર દિલ્હીમાં એક સગીરા પર ત્રણ છોકરાઓએ બળાત્કાર કર્યો. (૫) તા. ૨૪ નવેમ્બર, ૨૦૧૦માં ૩૦ વર્ષની મહિલા પર ચાર પીધેલા માણસોએ તેનું અપહરણ કરી ટાટા ૪૦૭ ટેમ્પોમાં ધૌળાકુવા પાસે બળાત્કાર કર્યો.

આ તો થોડાં ઉદાહરણો જ છે. એક ક્લાસિક ઉદાહરણ દેશની કાનૂન વ્યવસ્થામાં રહેલી ક્ષતિનું છે. તા. ૫ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ દિલ્હીના નોઈડા વિસ્તારમાં ૨૪ વર્ષની એમબીએની વિદ્યાર્થિની ધી ગ્રેટ ઇન્ડિયા પ્લેસ મોલમાંથી શોપિંગ કરીને ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ ક્રિકેટ રમીને ઘરે જઈ રહેલા કેટલાક યુવાનોએ તેને કારમાં ખેંચી લીધી અને ૧૨ જણે વારાફરતી તેની પર બળાત્કાર કર્યો. બધા જ આરોપીઓ બીજા દિવસે પકડાઈ ગયા અને થોડા દિવસ બાદ બધા જ આરોપીઓ જામીન પર છૂટી ગયા. હવે બળાત્કારનો કેસ પાછો ખેંચી લેવા બળાત્કારનો ભોગ બનેલી યુવતીના પરિવારને ધમકીઓ મળી રહી છે.

લોકોએ તમાશો જોયો

સૌથી વિચિત્ર વાત એ છે કે, બળાત્કારની ઘટનાઓ અંગે માત્ર પોલીસ કે પ્રશાસન જ નહીં, પરંતુ સમાજ પણ અસંવેદનશીલ વર્તાવ કરે છે. દિલ્હીની બસમાં રવિવારની રાત્રે જે યુવતી પર સાત વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો તે યુવતીને તેના મિત્ર સાથે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફેંકી દેવાયા હતા. યુવતી નિર્વસ્ત્ર હતી. એ રાત્રે દિલ્હી કાતિલ ઠંડીથી થરથર ધ્રુજતું હતું. વસ્ત્રહીન દશામાં રસ્તા પર તડપી રહેલા એ યુવક અને યુવતીને જોવા માટે લોકોનો મોટો સમૂહ એકત્ર થઈ ગયો હતો, પરંતુ આ દૃશ્યને જોઈ રહેલા લોકો પૈકી એક પણ વ્યક્તિએ એ યુવતીનું નિર્વસ્ત્ર તન ઢાંકવા એકાદ વસ્ત્ર પણ ઓઢાડયું નહીં. લોકો તમાશો જ જોતાં રહ્યા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે ૫૦ જેટલા લોકો તમાશાના દર્શક બનીને જ ઊભા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તડપતા એ યુગલને પોલીસવાન સુધી પહોંચાડવા પોલીસે લોકોની મદદ માગી ત્યારે એક પણ વ્યક્તિ લોહીલુહાણ યુગલને એ ઊંચકવા તૈયાર ન થઈ. એ યુગલની ચીસો કોઈનાયે હૃદયને સ્પર્શી નહીં. મોટરકારોમાં પસાર થતાં લોકો પણ તમાશો જોતાં જોતાં જતા હતા. પોલીસની પીસીઆરમાં માત્ર ત્રણ જ કોન્સ્ટેબલ હતા. તે ત્રણ જવાનોએ જ મામૂલી કપડાં આપી તેમને ઊંચકી વાન સુધી લઈ ગયા. જે સમાજ આવી ઘટનાઓ માટે પોલીસની નિષ્ક્રિયતાને જવાબદાર ગણે છે તે સમાજ પણ કેવો છે તેનું આ વરવું ઉદાહરણ છે.

પરિચિતો જ ગુનેગારો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ૯૪ ટકા બળાત્કાર જે તે યુવતી કે બાળકીના સગાં-સંબંધીઓ કે પરિવારના મિત્રો દ્વારા જ થાય છે. બળાત્કારનો ભોગ બનતી યુવતીઓમાં ૧૦.૬ ટકા તો ૧૪ વર્ષની વયથી નીચેની સગીરાઓ હોય છે. જ્યારે ૧૯ ટકા ટીન એજ હોય છે. એ જ રીતે ‘જાગોરી’ અને દિલ્હી સરકારે કરેલા એક સર્વે અનુસાર (૧) ૮૫ ટકા દિલ્હીની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરે છે. (૨) દરેક વર્ગની સ્ત્રીઓ ૧૫થી ૧૯ વર્ષની ઉંમરમાં કોઈ ને કોઈની છેડછાડ અથવા તો યૌન પ્રતાડનાનો ભોગ બને છે. (૩) પાંચમાંથી ત્રણ મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, કોઈ ને કોઈ સમયે તેમણે શારીરિક છેડતીનો સામનો કર્યો છે. (૪) ૫૦ ટકા મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, બસ અથવા ટ્રેનમાં તેમની સાથે છેડછાડ થઈ ચૂકી છે. (૫) સૌથી વધુ બસ, ટ્રેન, મેટ્રો અને સડકો પર મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર થાય છે. (૬) ત્રણમાંથી બે મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાછલા વર્ષમાં બેથી પાંચ વખત તેઓ આ પ્રકારની છેડતીની ઘટનાઓનો શિકાર બની છે. (૭) ૬૫ ટકા મહિલાઓની ફરિયાદ છે કે, તેમની ફરિયાદ પછી પણ તેમને કોઈ મદદ કે રાહત મળતી નથી. બીજી નોંધનીય વાત એ છે કે, રસ્તા પર પસાર થતી કોઈ યુવતી પર બળાત્કાર કરનારા લોકોમાં સૌથી વધુ યુવાનો અશિક્ષિત, ઓછું ભણેલા તથા ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા હોય છે. જે રીતે જેલો એ નવી નવી ગુનાખોરી શીખવતી ક્રાઈમ યુનિર્વિસટીઓ બનતી જાય છે તે રીતે ઝૂંપડપટ્ટીઓ પણ ગુનેગારોને પેદા કરતી અને ગુનેગારોને પનાહ આપતી વસાહતો બનતી જાય છે. દિલ્હીની છેલ્લી બળાત્કારની ઘટનાના સાતેય આરોપીઓ ઝૂંપડપટ્ટીમાં રહેનારા છે.

શું સજા થવી જોઈએ?

દિલ્હીની આ શરમજનક ઘટના બાદ આખા દેશમાંથી સખત પ્રતિભાવો જન્મ્યા છે. પ્રજાની માગ છે કે, બળાત્કાર કરનાર વ્યક્તિને ફાંસીની સજા થવી જોઈએ, પરંતુ તેની સામે એક જોખમ એવું છે કે, ફાંસીની સજાના ભયથી બળાત્કાર કરનાર વ્યક્તિ જે તે યુવતી પર બળાત્કાર કરી તેની હત્યા કરી દેશે તેથી ફાંસીના બદલે બળાત્કાર કરનાર વ્યક્તિને તે સેક્સુઅલ એક્ટિવિટી કરી જ ના શકે તે રીતે તેનું કેમિકલ કાસ્ટ્રેશન કરી તેને અંગવિહીન બનાવી દેવો જોઈએ. રાસાયણિક પ્રક્રિયાથી ગુનેગારને નપુંસક બનાવી શકાય છે. સ્પેન અને સ્વિડન જેવા કેટલાક દેશોમાં આવી સજાની જોગવાઈ છે. બળાત્કારની ઘટના બાદ યુવતીઓ પોલીસ સુધી જતાં સમાજમાં આબરૂ જવાના ભયથી ડરે છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે, જે યુવતી પર બળાત્કાર થયો હોય તે પછી થતી તબીબી તપાસમાં જે તે યુવતીના અંગમાં બે આંગળીઓથી તપાસ કરવામાં આવે છે જે સૌથી વધુ શરમજનક બાબત છે. યુવતીઓ આ તપાસ દરમિયાન અત્યંત ક્ષોભ અનુભવે છે. આ જંગલી પદ્ધતિ બંધ કરી બીજો કોઈ વિકલ્પ વિચારવો જોઈએ. બળાત્કારના કેસોનો એક જ માસમાં નિકાલ લાવી દે તેવી ફાર્સ્ટ ટ્રેક કોર્ટ્સ રચવી જોઈએ. શહેરોમાં રાતના સમયે પોલીસે ઊંઘી જવાના બદલે રસ્તાઓ પર સઘન પેટ્રોલિંગ કરવું જોઈએ. રાત્રે ફરજ પર હોવા છતાં ઊંઘી જનાર પોલીસ કર્મી કે અધિકારીને નીચલી પાયરી પર ઉતારી દેવા જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ, મેટ્રો, ઓટો રિક્ષા, કેબ્સ વગેરે પર નજર રાખવા જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. રસ્તાઓ પર સીસીટીવી કેમેરાઓનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ. અમેરિકામાં એક વ્યક્તિ ઘરેથી નીકળે અને સાંજે પાછો આવે ત્યાં સુધીમાં ૧૪ વખત તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થતો હોય છે. ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા તમામ ડ્રાઈવરો-કંડક્ટરો અને ખાસ કરીને સ્કૂલવાન કે સ્કૂલ બસ ચલાવતા તમામ ડ્રાઈવર્સનો અલગ ડેટા સરકાર પાસે ઉપલબ્ધ હોવો જોઈએ.

બળાત્કાર રોકવો એ માત્ર પોલીસનું કે સરકારનું કામ નથી. બળાત્કાર એ સામાજિક રોગ પણ છે. છોકરીઓની ઘટતી સંખ્યા, ઔદ્યોગિકીકરણ, સતત તનાવ, વીડિયો ગેમ્સમાં જોવામાં આવતા હિંસાત્મક દૃશ્યો, ઈન્ટરનેટ પર આસાનીથી ઉપલબ્ધ પોર્ન ફિલ્મો અને શિક્ષણ તથા સંસ્કારનો અભાવ પણ બળાત્કારની વધતી ઘટનાઓ માટે જવાબદાર પરિબળો છે.

http://www.sandesh.com/article.aspx?newsid=108704

 

Sonia’s Sympathy Taxi

Sonia's Sympathy Taxi

Courtney: Niti Central blog

Bone Marrow Donation- Help Dr. Nalini Ambady

Help Dr. Nalini Ambady … now!!

By Jayshree Bhakta, on December 18th, 2012

NaliniAmbady3Nalini Ambady is a beloved friend, renowned researcher and professor at Stanford University, and the active mom of two teenage daughters, Maya and Leena.  She is also fighting for her life. Just a few days after celebrating Thanksgiving with her family and friends, Nalini was diagnosed with a recurrence of leukemia, which she first battled in 2004. Now, she urgently needs a bone marrow transplant from a genetically matched donor. Someone out there is a perfect match, but they may not be on the registry yet. That someone can literally save her life – and it could be you. Nalini needs your help.

Time is short, and the holidays are here. This is your chance to give a gift that really matters. Please daughters

become a registered bone marrow donor by attending a bone marrow drive in your area or registering online for free. It only takes a few minutes and you could literally save a life.

Help,It’s time to use the social connections we have developed through emails, facebook, blogs etc…   and try to save a life!!

We need your help in two simple ways:

– Register yourself to the Bone Marrow Registry

– Help us spread the word and encourage your friends and family to register, and ask them to help us spread the word similarly!!!

Here is a message from Aneeta Rattan, postdoctoral scholar at Standford University:

“I want to personally ask you to help. My amazing and wonderful postdoc advisor, mentor, and friend, Professor Nalini Ambady of the psychology department, has had a relapse of Leukemia, which she first had in 2004. She needs a bone marrow donor. PLEASE HELP. It is a tragedy to consider the possibility that there is a match out there, but (s)he is simply not on the registry. You can fix that with just a few minutes of your time.”

– Aneeta Rattan, postdoctoral scholar with Nalini

Find out more about Dr. Nalini and how can you help – by clicking here:

http://www.helpnalininow.org/
Even if you are registered or not, I request you to watch these few video clips:

They are part of the class at Standford University….   They are few years old, but the message is the same, and I believe the power of social media is nothing – if we, the people, don’t know how to use it…!!!

https://www.youtube.com/watch?v=13xeVbgYo2Y

https://www.youtube.com/watch?v=tBUrlyh4ivI

https://www.youtube.com/watch?v=3ONcTWn7fSg

The Roman Agent In Gujarat

The Roman Agent In Gujarat.

(In Gujarati): Naresh Patel, Kagvad, Keshubhai and “Frightened Society”

This article in Gujarati exposes Keshubhai Patel’s game plan of dividing the Gujarat electorate by raising bogey of “injustice to Leua Patel” where he has used his henchman, one Nartesh  Patel to collect funds in name of a goddess and using religious platform to do political activities.

Gaurang

http://kinner-aacharya.blogspot.com/2012/12/blog-post.html

Tuesday, December 11, 2012

નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ અને “ભયભીત સમાજ” !!

Posted by Kinner Aacharya at 4:21 PM

 

નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે
 
 
 
         
 
થોડા દિવસો પહેલા મારા બનેવી અને લેખક – પ્રકાશક, નરેશ શાહ સાથે વાતો ચાલતી હતી.સ્વાભાવિક રીતે જ ચર્ચાનો વિષય હતા લેઉવા પટેલ સમાજના કહેવાતા અગ્રણી એવા નરેશ પટેલ.  એમની પ્રવૃત્તિઓથી હવે કોઈ અજાણ નથી અને સમાજ ( અમારે મન સમાજ એટલે સમગ્ર સમાજ, બ્રાહ્મણ કે જૈન નહિ!) માટે જેમને રતીભારની પણ ફિકર હોય તેવા લોકોને આ પ્રવૃત્તિઓ કઠતી હશે તેમાં બેમત નથી.  “કંઇક કરવું જોઈએ” એવી વાતો સાથે અમે છુટ્ટા પડ્યા, પરંતુ નરેશભાઈને ચૈન ના પડ્યું અને તેમણે આ બાબતે એક લખાણ તૈયાર કરી ને જનતા પ્રેસ કોન્ફરન્સ (રેસકોર્સના બગીચામાં, નાસ્તો-પાણી વગર!)  બોલાવવાનું નક્કી કર્યું.  કોઈ કારણોસર એ શક્ય ના બન્યું પરંતુ એમણે મને કેટલાક મુદ્દાઓ આપ્યા, થોડા મુદ્દાઓ મારા દિમાગમાં હતા – એ બંનેનું મિશ્રણ કરી આ નાનો એવો લેખ તૈયાર કર્યો છે.  આશા છે કે, જેમને સમગ્ર સમાજની ચિંતા છે અને જે લોકો આવા છેલ્લી કક્ષાના જ્ઞાતિવાદથી ત્રસ્ત છે , દુ:ખી છે – એવા તમામ લોકો આ વિચારોને યથાશક્તિ ફેલાવવાનું કાર્ય કરશે … 
શું તમારી બદલે કોઈ જીવી લે, તમારી બદલે કોઈ શ્વાસ લઇ લે એ શક્ય છે?:
જો “ના” , તો પછી તમારે મત કોને આપવો એ અંગે નિર્ણય અન્ય કોઈ શા માટે લઇ શકે?

છેલ્લાં કેટલાંક સમય દરમિયાન ખોડલધામ ફેમ નરેશ પટેલના જે પ્રકારનાં નિવેદનો અખબારોમાં આવી રહ્યાં છે તે સમગ્ર સમાજ માટે આંચકારૂપ છે. આપણે અહીં સમગ્ર સમાજની વાત કરી રહ્યાં છીએ અને સમગ્ર સમાજમાં વાણીયાં-બ્રાહ્મણ-લોહાણા, મોચી, સુથાર, લોહાર, કુંભાર, દલિતો, મુસ્લીમો તથા અદિવાસીઓ વગેરે પ્રત્યેક કોમ સાથે કડવા અને લેઉઆ પટેલો પણ આપમેળે સમાવિષ્ટ થઇ જાય છે. યાદ રહેઃ નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે. એમના નિવેદનો ઘાતક છે, એમની હરકતો નજીકના ભવિષ્યમાં જ વર્ગ વિગ્રહ ભડકાવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.
માતાજીના ધર્મસ્થાનનાં નામે ટોળા ભેગા કરવા અને પછી રીતસરનું રાજકીય બ્લેક મેઈલિંગ શરૂ કરવું, જ્ઞાતિવાદ ભડકે તેવી હરકતો ખુલ્લેઆમ કરવી… એ જ્ઞાતિવાદ નથી તો બીજું શું છે? હમણાં જ ભાઇ નરેશ પટેલએ એવું કહ્યું કે, “જે પક્ષ લેઉઆ પટેલોને વધુ ટિકિટ આપશે તેને લેઉઆ પટેલો મત આપશે!” બીજું નિવેદન એવું કર્યુ કે, “અમે રાજકીય પક્ષોની વર્તણૂંક જોઇને નક્કી કરીશું કે, અમારે કોને મત આપવો!” પછી એમ કહ્યું કે, “લેઉવા પટેલોએ યહૂદીઓની જેમ એકતા દાખવવાની જરૂર છે!’ આજે જ્યારે સૌપ્રથમ જરૂરત ભારતીય બનવાની છે ત્યારે આવી વાતો ધડમાથા વગરની લાગે છે! બહુ વિચિત્ર લાગે તેવી આ વાતો છે. આખા લેઉઆ પટેલ સમાજ વતી નિર્ણયો લેવાનો અધિકાર તેમને કોણે આપ્યો? કોને મત આપવો-કોને ન આપવો, એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. તેનાં માટે કોઇ જ્ઞાતિના બની બેઠેલા નેતા વ઼્હીપ જારી કરી શકે નહિ. આવો ફેંસલો કે ચૂકાદો કોઇ વ્યક્તિ જાહેર કરતી હોય તો એ સમાજને માટે ઘાતક પણ છે અને ચૂંટણીની મૂળભૂત ભાવનાને ખત્મ કરનારો પણ છે.
સામાન્ય નાગરિક તરીકે અમને લાગે છે કે, આવા નિવેદનો વાંચીને બાકીની દરેક જ્ઞાતિના લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ખરેખર તો લેઉઆ પટેલોનું પણ ઉકળવું જ જોઇએ. કોઇ એક વ્યક્તિ તેમના વતી આવા ફેંસલાઓ લઇ કેવી રીતે શકે? બહુ નિખાલસતાથી કહીએ તો કહી શકાય કે, નરેશ                                                                                                                                                                                                                        જેવાં લોકોને કારણે લેઉઆ પટેલ જ્ઞાતિ પણ સમાજના તમામ ઇત્તર વર્ગમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ નરી વાસ્તવિકતા છે. રાજકીય મર્યાદાઓના કારણે અને અન્ય અનેક પ્રકારનાં ડરને લીધે લોકો જાહેરમાં કશું બોલી શકતા નથી પરંતુ લોકોમાં આ અંગે ભારોભાર રોષ છે. અમે અનુભવ્યું  છે કે, ઘણાં લેઉઆ પટેલોને પણ આવી જ્ઞાતિવાદી હરકતો ગમતી નથી પરંતુ તેમનો કોઇ વોઇસ નથી. અથવા તો જ્ઞાતિથી અળગા થવાની તેમની પાસે નૈતિક હિમ્મત નથી.
પરિસ્થિતિ બહુ ગંભિર છે. ધર્મનો ઓટલો હવે રાજકીય રોટલો શેકવા માટે ઉપયોગમાં લેવાય છે. માતાજીના નામે લાખ્ખો લોકોને ભેગા કરીને તેમને રાજકીય સંદેશાઓ અપાય છે. કોઇપણ સમાજ માટે આ માનસિક નાદુરસ્તીની નિશાની છે. શું આપણો સમાજ રિવર્સ ગીયરમાં ચાલી રહ્યો છે? શું આપણે જ્ઞાતિવાદ અને કોમવાદથી ખદબદતા આપણાં ભૂતકાળ તરફ ગતિ કરવી છે? દરેક સમાજે તે વિશે વિચાર કરવો પડશે. લેઉઆ પટેલોએ સૌથી વધુ ગંભિરતા રાખીને આ અંગે ચિંતન કરવું પડશે. જ્ઞાતિની સંખ્યાના આધારે ટિકિટો માંગતા રહીશું તો જાહેર જીવનમાં આપણે વધુ અંધાધુંધી સર્જીશું.
આપણો સમાજ કઇ દિશામાં ગતિ કરશે તેનો બહુ મોટો આધાર પટેલો પર છે. પટેલો પાસે અઢળક ધનસંપદા અને રિસોર્સીસ છે. એમની સુખાકારીને તેઓ હકારાત્મક માર્ગે ઉપયોગ કરે એ ઇચ્છનીય છે, એ જ સાચો રસ્તો છે. સૌથી વધુ સુખી-સંપન્ન હોવાનાં નાતે તેઓ પર વિશિષ્ટ સામાજીક જવાબદારી છે. તેઓ ઇચ્છે તો સમાજને નવો રાહ ચીંધી શકે તેમ છે. પણ એ માટે જ્ઞાતિના રાગડા તાણવાનું બંધ કરવું પડશે અને અન્યાયનાં ઠાલાં મરશિયાને પણ વિરામ આપવો પડશે.
`અન્યાય…. અન્યાય….’ની આ કેશુભાઈની વાતો બાલીશ પણ છે, જુઠ્ઠી છે અને સમાજને ગેરમાર્ગે દોરનારી છે. `સમાજ’ની `એકતા’ના નામે અહીં ખુલ્લેઆમ દાદાગીરી થઇ રહી છે. બ્લેક મેઇલિંગ થઇ રહ્યું છે. અને અન્યાયના નામે લેઉઆ પટેલ જ્ઞાતિની સહાનૂભૂતિ મેળવવાનો તથા તેમનાં પર કાબૂ લેવાના પ્રયાસો થઇ રહ્યાં છે. સવાલ એ છે કે, અન્યાયના ગાણા ગાતા અગ્રણીઓ આ અન્યાયની વિગતો શા માટે આપતા નથી? ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ વજન પટેલોનું જ છે અને સ્થાનિક-કોર્પોરેટરોથી શરૂ કરીને મંત્રીમંડળ સુધી પટેલોની જ બોલબાલા છે. ગુજરાતના 182માંથી કેટલા ધારાસભ્યો પટેલ છે? જરા આંકડો કાઢી જુઓ એટલે આપોઆપ ખ્યાલ આવી જશે। ગુજરાતનાં રપ મંત્રીઓમાંથી આઠ મંત્રીઓ પટેલ છે! સૌથી વધુ ટિકિટો તેમને મળે છે, સત્તા તેમને મળે છે. ગુજરાતનાં 14માંથી ત્રણ મુખ્યમંત્રી પટેલ જ્ઞાતિનાં રહ્યાં છે. વેપારથી લઇ રાજકારણ સુધીના દરેક ક્ષેત્રોમાં પટેલોની બોલબાલા છે. પટેલોને જો અન્યાય થતો હોય તો શું આવી સ્થિતિ હોઇ શકે?
કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.
 
 
 
જ્ઞાતિની એકતાના નામે જાણે ઘેટાચરાને ઉત્તેજન અપાઇ રહ્યું હોય એમ લાગે છે. માતાજીના નામે થતા મેળાવડાઓનો ઉપયોગ અંગત મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા થઇ રહ્યો હોય એવું લાગે છે. આ સમય આવા મેળાવડાઓમાં જોડાઇ જવાનો નથી પણ જાગી જવાનો છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ અને આપણે જ્ઞાતિના નામે રક્તતૂલા જેવા ગતકડા જ કરી રહ્યાં છીએ. હા! કચડાયેલી અને પીડિત જ્ઞાતિઓનાં લોકો `એકતા’ની અને અન્યાયની વાતો કરે તો સમજી શકાય એમ છે. પણ વાણીયા, બ્રાહ્મણ, લોહાણા કે પટેલોને કોણ અન્યાય કરી શકવાનું છે? જ્યાં જ્ઞાન, ભણતર, સાહસ અને ઉદ્યમ હોય ત્યાં અન્યાય ટકી જ ના શકે. પટેલો પાસે અખૂટ રીસોર્સીસ છે, એશ્વર્ય છે, સત્તા છે. શું નરેશ પટેલ જેવા લોકો એવું ઇચ્છે છે કે, ગુજરાતનાં તમામ ધારાસભ્ય લેઉઆ પટેલ જ હોવા જોઇએ!
જ્ઞાતિના નામે દાદાગીરીનો આ ખેલ એક ખોટું ઉદાહરણ બેસાડી રહ્યો છે. નરેશ પટેલમાંથી દરેક જ્ઞાતિના-ગામના ઉતાર જેવાં લોકો વાહિયાત પ્રેરણા મેળવી રહ્યાં છે. બ્રહ્મ સેના કે એવી કોઈ સંસ્થા દ્વારા બ્રાહ્મણો માટે ટિકિટ મંગાઈ છે, પુરુષોત્તમ સોલંકી કહે છે કે, કોળીઓને ઓછામાં ઓછી ચાલીસ ટિકિટો આપો! આ તમામ વાતો વાહિયાત છે. અમે બ્રાહ્મણ અને જૈન છીએ  પરંતુ જ્ઞાતિના આધારે કે સંખ્યાના આધારે કોઈ બ્રાહ્મણને ટિકિટ મળતી હોય તો તેની સામે  અમારો સખ્ત વિરોધ છે.  થોડા સમય પહેલા કેટલાંક બ્રાહ્મણોએ સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યાના નામે ઉપવાસ માંડ્યા હતાં અને `બ્રાહ્મણોને અન્યાય’ના વાજાં વગાડ્યા હતાં. શું સંજીવ ભટ્ટને કોઇ અન્યાય થયો છે? જો થયો જ હોય તો એ એટલા માટે થયો છે કે, તેઓ બ્રાહ્મણ છે? હરેન પંડ્યા બ્રાહ્મણ હતા એટલે તેમની હત્યા થઇ હતી શું? આવા તાયફાઓ સામાન્ય રીતે પોતાનો સ્વાર્થ સાધવા જ થતા હોય છે. અને આવા દરેક પ્રયાસ સામે અમારો વિરોધ છે. પછી એ પ્રયત્ય બ્રાહ્મણો દ્વારા થતો હોય કે કોઇ લોહાણા અગણી તરફથી થતો હોય કે પછી નરેશ પટેલ દ્વારા થતો હોય.
જ્ઞાતિના બની બેઠેલા અગ્રણીઓ એ વાત જાણી લે કે, જે-તે જ્ઞાતિ તેમની જાગિર નથી અને જ્ઞાતિજનો તેમના ગુલામ નથી. અઢાર વર્ષની વય પછી દરેક નાગરિકને પોતાની વિવેકબુદ્ધિ મુજબ મતદાન કરવાનો અધિકાર છે. તેમને જ્ઞાતિના મંચ પરથી કે ધાર્મિક મેળાવડાના સ્ટેજ પરથી સૂચનાઓ આપવામાં સાર નથી. `અન્યાય…. અન્યાય….’ના ગીતડા ગાતા નીકળેલા કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.
કોઇ જ રાજકીય પક્ષ સાથે અમારે સ્નાન સૂતકનો પણ વ્યવહાર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય… બધા જ પક્ષો જ્ઞાતિઓનો ઉપયોગ કરતા રહ્યાં છે. આ શિરસ્તા સામે દરેક જાગૃત નાગરિકનો ઉગ્ર વિરોધ હોવો જ જોઇએ. પણ સૌથી વધુ વિરોધ તો આ નવા શરૂ થયેલા ટ્રેન્ડ સામે છે-જેમાં જ્ઞાતિના બની બેઠેલા રખેવાળો જ જ્ઞાતિનો ઉપયોગ કરી જાય છે. આ ઘટનાઓ ભયાનક છે, સમાજને વેરણછેરણ કરનારી છે. અમને લાગે છે કે, આવી હરકતો સામે લાલબત્તી ધરવામાં માધ્યમો પણ ઉણાં ઉતરી રહ્યાં છે. નવી શરૂ થયેલી આ પ્રથાને અને આ મહાન કુવિચારને ઉગતો જ ડામી દેવા માટે માધ્યમોનું પ્રદાન અનિવાર્ય છે. માધ્યમો જો આવા દૂષણોને માઇલેજ આપવાનું બંધ કરે તો આપોઆપ તેઓ કદ મુજબ વેતરાઇ જશે. તેમનું કદ મીડિયાએ જ મોટું કર્યુ છે. મીડિયા ન હોય તો તેઓ કશું જ નથી.
જ્ઞાતિવાદ લગભગ દરેક જ્ઞાતિઓમાં વત્તાઓછા અંશે જોવા મળતો હોય છે. પરંતુ અહીં સૌથી વધુ ઉલ્લેખ નરેશ પટેલનો કરવો પડ્યો છે. કારણ કે, તેમણે છેલ્લાં થોડા વર્ષોમાં જ્ઞાતિના નામે ઉપાડો લીધો છે. એમની અંગત મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા તેઓ લેઉઆ પટેલ જ્ઞાતિનો નિસરણી તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, પોતાનું કદ મોટું કરવા માટે તેઓ ખોડલધામને માધ્યમ બનાવી રહ્યાં છે.
અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ
 જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.
 જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.
 બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.
 પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.
 નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, “લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.”
છેલ્લી પરંતુ બહુ જરૂરી સ્પષ્ટતાઃ
અમે  કોઇ ચળવળકાર નથી, કોઇ જ્ઞાતિનાં વિરોધી નથી અને કોઇનાં તરફદાર નથી. આ કોઇ ઝૂંબેશ નથી, આ માત્ર એક સંદેશ છે – અમારી લાગણી છે. મારા જેવાં કરોડો લોકો જે વિચારે છે તેને અમે આપ સુધી પહોંચાડ્યું છે. આ વિશે હવે પછી અમે  કોઇ કાર્યક્રમ નથી કરવાનો , સંમેલનોનો તો પ્રશ્ન જ નથી. કોઇ એક લેખ લખીને આ વાત પ્રજા સમક્ષ પહોંચે કે કેમ એ ખ્યાલ નથી પરંતુ સાવ એમ ને એમ બેસી રહેવા કરતા કૈંક કરવું બહેતર છે એમ માની આ લખ્યું છે! હમણાં જ ક્યાંક વાંચ્ય હતું:
 
“મંઝીલ મિલ હીં જાયેગી ભટકતે હીં સહી, 
ગુમરાહ તો વોહ હૈ જો ઘર સે નીકલે હીં નહિ !”
 
આ પ્રજાની લાગણી છે, આવું અમે જ વિચારીએ છીએ તેવું નથી. સમાજમાં આવા વિચારોનો વધુ પ્રચાર-પ્રસાર થાય એ જરૂરી છે અને એ માટે અમે  આપ સૌની મદદ માંગીએ છીએ. અમારે જે કહેવું હતું એ કહ્યું છે. હવેની જવાબદારી જાગૃત નાગરિકોની છે, સ્વૈચ્છિક સંસ્થાઓની છે.



-કિન્નર આચાર્ય                                           -નરેશ શાહ 

In Gujarati: Narendra Modi is the only Gujarati Lion after Morarjibhai Desai to raise his head against Delhi Sultanate

This is a very powerful analysis of how and why the anti-Modi media and Congress leaders behave. This is in Gujarati and I plan to translate it into English  at a later date. It is posted on a Gujarati web site <www.http://gujarati.ning.com/> by Shirish Dave.

Title of the blog is: Narendra Modi is the only Gujarati Lion after Morarjibhai Desai to raise his head against Delhi S sultanate

નરેન્દ્ર મોદી એટલે મોરારજી પછી દિલ્લીની સલ્તનત સામે થનાર એક માત્ર ગુજરાતી સિંહ

http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A160329&xgs=1&xg_source=msg_share_post

નરેન્દ્ર મોદી એટલે મોરારજી પછી દિલ્લીની સલ્તનત સામે થનાર એક માત્ર ગુજરાતી સિંહ

૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં ખાસ જાણીતા ન હતા
નરેન્દ્ર મોદી અમુક દશકાઓ પહેલાં જનતામાં તો શૂન્યની બરાબર જ હતા.
સંજય જોષી, તેમના સીડી પ્રકરણ થકી અને નરેન્દ્ર મોદીને વગોવવાના એક હથીયાર તરીકે અખબારો થકી પ્રસિદ્ધિ પામ્યા.

ગુજરાતના પૂણ્ય તપતાં હશે તેથી બીજેપીના મોવડી મંડળે નરેન્દ્ર મોદીની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરી હશે. નરેન્દ્ર મોદી આયોજનમાં અને વ્યુહરચનામાં નિષ્ણાત હોય તેમ લાગે છે. મુંગા રહેવાનું હોય ત્યાં મુંગા રહે છે અને બોલવાનું હોય ત્યાં બોલે છે.

નરેન્દ્ર મોદી સાવ નીચલા સ્તરના માણસની માનસિકતા પણ જાણે છે અને સર્વોચ્ચસ્થાને બેઠેલા માણસની માનસિકતા પણ જાણે છે. સરકારી નોકરોના કારભારને પણ જાણે છે અને તેમની શૈલીને પણ જાણે છે. નરેન્દ્ર મોદી અનુભવસિદ્ધ પુરુષ છે. તેમની ધારણાઓ ઘડતર વાળી અને સ્પષ્ટ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓનું વલણઃ
નહેરુવિયન સરકારના નેતાઓ એવા હતા કે જ્યારે આગ છેલ્લે મજલે પહોંચે અને આગમાં ફસાયેલા લોકો બુમબરાડા પાડે ત્યારે જ તેમને ખબર પડે કે આગ લાગી છે. તેમને લાગે કે હવે મુંગા રહીશું તો આપણને જ તકલીફ થશે ત્યારે તેઓ કબુલ કરે કે મકાનમાં આગ લાગી છે. મકાન ભસ્મ થઈ જાય પછી તેને ઓલવવાના પ્રયત્નો ચાલુ કરે અને પછી નવી ઇમારત બાંધવાની વાતો કરે. અને આમ કરવામાં પેઢીઓ પસાર થઈ જાય. આના સંખ્યાબંધ ઉદાહરણો છે.
કાશ્મિરના હિન્દુ વિસ્થાપિતોની સમસ્યા આનો શ્રેષ્ઠ દાખલો છે. આવા તો ઘણાજ દાખલાઓ છે. પણ તેની વાતો પછી કરીશું.

નરેન્દ્ર મોદીની વાત જુદી છે.
નરેન્દ્ર મોદી આર્ષ દૃષ્ટા છે. તે આવતી કાલનું નહીં પણ આવતા પરમ દિવસનું પણ જોઇ શકે છે અને તે પ્રમાણે વિચારે છે, તે પ્રમાણે આયોજન કરે છે. કોંગીએ લગાવેલી જુની આગોને ઓલવે પણ છે અને વિકાસ પણ કરે છે.

આ વિકાસ વિષે શંકાઓ કરાય છે અને નકારાય પણ છે. વિકાસ એ એવી વસ્તુ છે જે માટે આંકડાઓની જરુર પડતી નથી. વિકાસના આંકડાઓથી વિકાસ સિદ્ધ પણ થાય અને તેના આંકડાઓને જુદી અને આડીઅવળી રીતે ગોઠવીને નકારાય પણ ખરો.

દાખલા તરીકે જી.ડી.પી. (સામાન્ય ઘરેલુ વપરાશની વસ્તુઓનું ઉત્પાદન)

જો તમે ઉત્પાદક કરતાં ધંધાદારી વધુ હો તો તમે કમાવ ઘણું. તમારો જીડીપી નીચો હોય. તમે ઘર વપરાશની ચીજો ઓછી ઉત્પાદન કરતા હો તો અથવા તો ખેતીમાં ઉત્પાદન ઓછું હોય તો પણ જીડીપી નીચો હોય. મોંઘવારી વધી હોય તો પણ જીડીપી ના આંકડાઓ છે તરે છે. જીડીપીના વધઘટના દરની  વાતો તો વધુ છેતરામણી હોય છે. જીડીપી કરતાં જીડીસી (ઘરેલુ ઉત્પાદનની વપરાશ) ના આંકડા કોઈ એક વિસ્તારનું વધુ સાચું પ્રતિબિંબ આપી શકે છે.

કોંગી ભાઈઓ અને તેમના સહાયક બંધુઓમાં, આઈડેન્ટીફીકેશન ક્રાઈસીસ કોમ્પ્લેક્સ હોય છે. એટલે કે આ લોકો સ્વ ઓળખની ઘેલછાના રોગવાળા છે. આ મહાનુભાવો આંકડાઓની ગોઠવણીઓની રમત કરીને નરેન્દ્ર મોદીએ કરેલા ગુજરાતના વિકાસને નકારી પણ દે છે.

આદિ શંકરાચાર્યનો તર્ક ઉપયોગમાં લોઃ
શંકરાચાર્યની એક વાત યાદ કરવા જેવી છે. તે છે પ્રત્યક્ષ પ્રમાણ. જો કે પ્રત્યક્ષ પ્રમાણ વિષે પણ વિતંડાવાદ ઉભો કરી શકાય. પણ પહેલાં સમજી લઈએ કે પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું?

અનુભવ એટલે પ્રત્યક્ષ પ્રમાણ.

સાચું શું?
ગીતા અને વેદ કહે તે સાચું.
પણ ધારો કે વેદ અને ગીતામાં ભેદ હોય તો શું?
તો વેદ કહે તે સાચું. પણ ધારોકે વેદ એમ કહે કે અગ્નિ શિતળ છે તો?
જો એમ હોય તો અનુભવ કહે તે સાચું.
અનુભવ પ્રત્યક્ષ પ્રમાણ છે.

 

યાદ કરો
યાદ કરો એક લાંબો સમય એવો હતો કે ઓછા વોલ્ટેજને કારણે ભાવનગર અમદાવાદ સિવાયના ગામોમાં ટ્યુબ લાઈટો સળગતી ન હતી. દિલ્લી કે જેને નહેરુ આપણા દેશનું મોઢું કહેતા હતા અને તેની પાછળ અઢળક પૈસા ખર્ચાતા હતા અને ખર્ચાય છે અને ખવાય છે જેને લીધે આજની તારીખમાં પણ ત્યાં ઈન્વર્ટરોનો ધંધો પુસ્કળ ફુલ્યો ફાલ્યો છે. ઈન્વર્ટરોનો ધંધો ત્યાં જ ફુલે ફાલે જ્યાં વિજળી અનિયમિત હોય. એટલે કે વારંવાર બંધ થઈ જતી હોય. આવી દિલ્લી કે જે દેશનું મુખારવિન્દ છે તેના કરતાં પણ આપણું ગુજરાત વિજળી શક્તિની બાબતમાં આગળ છે એટલું જ નહીં ગુજરાત પોતાની વધારાની વિજળી બીજા રાજ્યોને આપે છે.

 

રસ્તા અને નહેરો
રસ્તા અને નહેરોનોની પણ સારી જોગવાઈ છે. આ વાત તમે પડાણામાં જાઓ અને ત્યાં પૂછો.
અક્ષર જ્ઞાન વધ્યું છે અને ડ્રૉપ આઉટ સાવ જ ઘટી ગયો છે તે તમે રાજપીપળાના દૂર સુદૂરના અંતરિયાળ પ્રદેશમાં જાઓ એટલે ખબર પડે.

નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશની ૧૦૦ રોજગારીમાં ગુજરાતે ૭૨ રોજગારી આપી છે. આ આંકડાને કોઈએ નકાર્યો નથી.

આ તો આંકડાની વાત થઈ. પણ જો તમે બીજા રાજ્યોમાંથી આવતા માણસોના જથ્થાને લક્ષમાં લો તો ખબર પડે કે તેઓ શા માટે આવે છે?

કાં તો તેઓ ચોરી લુંટફાટ કરવા આવે છે કાં તો નોકરી કરવા આવે છે.
શહેરોમાં જે ડુંગરપુરીયા ઘરકામ માટે મળતા હતા તેમાંના ઘણા હવે ફેક્ટરીઓમાં કે બીજી નોકરીઓમાં લાગી ગયા છે.
રબારીભાઈઓ ડ્રાઈવર થઈ ગયા છે એટલે ચોકીદારો મળતા નથી.
વૉચમેનો પણ મળતા નથી.
હવે રબારણો ઘરકામમાં મોં માગ્યા ભાવ લે છે અને સરકારી નોકરો કરતાં વધુ રજાઓ પાળે છે.
દેશી કારીગરોની તંગી છે અને ભૈયાજીઓ તમારાં કલર પૉલીસના કામો બગાડીને અનુભવ મેળવી તૈયાર થઈ જાય છે.

જો કે ગુજરાતના શહેરોમાં પહેલેથી જ પરરાજ્યના લોકો નોકરી કરવા આવતા હતા.
પણ છેલ્લા દશ વર્ષમાં આ પ્રમાણ એટલું વધી ગયું છે કે જો પરરાજ્યો પોતાનો પૂરતો વિકાસ નહીં કરે તો ગુજરતના શહેરોમાં ગુજરાતીઓ લઘુમતીમાં આવી જશે. હાલ ગામડાઓમાં પણ રાજસ્થાની મજુરોનું પ્રમાણ વધી ગયું છે. ગામડાઓમાં દેશી મજુરો મળતા પણ નથી.
કેટલાક વિદ્વાનો ગુજરાતમાં સ્ત્રી-પુરુષના ઘટતા પ્રમાણની વાત કરે છે. યુપી, બિહાર, રાજસ્થાન, કર્નાટક, કેરાલાથી જેઓ ગુજરાતમાં નોકરી કરવા આવે છે તેઓ શરુઆતમાં છડે છડા એટલે કે પોતાની પત્નીને પ્રોષિત ભર્તૃકા બનાવીને આવે છે.

રાજસ્થાન, યુપી, બિહાર અને ઓરીસ્સાથી વધુ લોકો ગુજરાતમાં આવે છે

એટલે તમે યુપી, બિહાર રાજસ્થાન જતી ટ્રેનોમાં વધારો થતો જોતા હશો, હવે આ લોકો પણ ગણત્રીમાં લેવાય તો ખબર પડે કે ગુજરાતમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનું વાસ્તવિક પ્રમાણ શું છે.
નરેન્દ્ર મોદીના વિરોધીઓને પણ વિકાસ તો દેખાય જ છે. પણ જે ગુજરાતમાં ૧૯૭૧થી નહેરુવંશીય કોંગ્રેસની બોલબાલા હતી તેને નરેન્દ્ર મોદી શાસને એવો ઝાટકો માર્યો છે કે તેઓ શુદ્ધબુદ્ધિ ખોઈ બેઠા છે. તેમણે જીભને મુક્ત કરી દીધી છે. તેમણે પોતાની જીભનો મગજ સાથેનો સંબંધ તોડી નાખ્યો છે.

 

તેઓ રેકર્ડ ચલાવ્યા કરેછે કેઃ
મોદી પૈસાદારોને લહાણી કરે છે,
મોદી પ્રજાના પૈસે ઉત્સવો કરે છે,
મોદી પૈસાનો બગાડ કરેછે,
મોદીના રાજમાં મોદી સિવાય કોઈ સુરક્ષિત નથી,
મોદી વાંદરો છે,
મોદી ઉંદર છે,
મોદી રાક્ષસ છે,
મોદી લોહી પીનારો છે,
મોદી ઢોગી છે,
મોદી જુઠ્ઠો છે,
મોદી હિટલર છે,
મોદી ચંગીઝખાન છે,
મોદી દ્રોહી છે,
મોદી કિન્નખોર છે,
મોદી આપખુદ છે,
મોદીથી બધા ભયભીત છે,
મોદી લબાડ છે વિગેરે વિગેરે.

કોઈ પણ નિમ્ન કક્ષાનો કે ઉચ્ચ કક્ષાનો આદમી મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ઉચ્ચારણ કરે એટલે તેને પ્રસિદ્ધિ મળી જ સમજો. પછી ભલે તે કોઇ પણ એક કક્ષાનો અમલદાર હોય, કોઈ પીડિત સ્ત્રી કે પુરુષ હોય તેને અખબારો પ્રસિદ્ધિ આપવા આતુર રહેવાના જ.

મોદીએ કેન્દ્રની ગુજરાત પ્રત્યેની ગેસની નીતિની ટીકા કરી. નરેન્દ્ર મોદીએ સાથે સાથે નહેરુવીયન કોંગ્રેસી સભ્યે પાર્લામેન્ટમાં કરેલા શશિ થરુરની પ્રેમિકા/પત્ની ની સંપત્તિને લગતા ઉચ્ચારણનું પુનઃઉચ્ચારણ કર્યું. તો બધા આજની તારીખ સુધી મૂળ કોંગ્રેસીના ઉચ્ચારણને અળગું રાખી, મોદીને ગાળો આપે છે. કેન્દ્રની ગુજરાત પ્રત્યેની દ્વેષવૃત્તિની બાબતમાં કશું સ્પષ્ટિકરણ આપતા જ નથી. નહેરુવીયન કોંગ્રેસમાં સેન્સ ઓફ હ્યુમર ન હોય તે સમજી શકાય તેમ છે. પણ પ્રમાણભાન વગરની સત્વહીન બદબોઈ એ કોઈ સારી નીતિ તો ન જ કહેવાય.

મોદી વિષે કપોળ કલ્પિત અફવાઓ પણ ફેલાવાય છે

મોદી વિરુદ્ધ અડવાણી, મોદી વિરુદ્ધ અમિત શાહ, મોદી વિરુદ્ધ સંજય, મોદી વિરુદ્ધ જશવંત, મોદી વિરુદ્ધ સુષ્મા. હાલની લેટેસ્ટ અફવા મોદી વિરુદ્ધ નીતિન ગડકરીની છે. એક ટીવી ચેનલે આ વિષે કહ્યુ કે “હવે અમે તમને આ બાબત વિષે મોદીનો ચહેરો ખુલ્લો પાડીશું. … મોદીએ આ કારસ્તાન રામ જેઠમલાણી મારફત કર્યું છે.”

કારણ?
હવે કારણમાં આ ચેનલ રામ જેઠમલાણી કોણ છે તેના સંતાનો કોણ છે અને શું કરે છે, તેની વિગતો આપે છે. આ વિગતો સાથે મોદીને કશી લેવા દેવા  નથી. તે જ પ્રમાણે નીતિન ગડકરી ના સંતાનો અને તેઓ શું કરે છે તેની વિગતો આપે છે. આની સાથે પણ મોદીને કશો સંબંધ છે. તે વિગતોનું કશું બંધબેસતું નથી. પછી ચેનલ કહે છે કે સંજય જોષી આરએસએસ ના છે. વૈદ્ય પણ આરએસએસ ના છે. સંજય અને નરેન્દ્ર મોદીને બનતું નથી. નરેન્દ્ર મોદીએ જોષીની કરકીર્દી ને ખતમ કરવા માટે સીડી બનાવેલી (એક અફવા). આમાં કશો મેળ બેસતો નથી. નરેન્દ્ર મોદી અને ગડકરીને ન બનતું હોય તેવું કોઈ તથ્ય બહાર પડ્યું નથી. પણ વૈદ્ય આર એસએસ ના છે. સંજય જોષી આરએસએસના છે. જેઠમલાણી મોદીના વખાણ કરે છે. વૈદ્ય ની વાતને ચગાવવા મોદીને લપેટમાં લીધા. વૈદ્યને મોદી ગમે કે ન ગમે તે વૈદ્યની મુનસફ્ફીની વાત છે. પણ ચેનલે જે વિગતો આપી તેને તો કહેવાતી મોદી-ક્રીડાની ધડ માથા વગરની જ લાગે.

મોદી રોયાઃ
અગાઉ એક ચેનલે લગાતાર વીડીયો ક્લીપ અને ટૉપ અને બોટમ ન્યુઝ લાઈનો નીચે પ્રમાણે કમસે કમ ૪૫ મીનીટ સુધી આપેલી.
મોદી ક્યું રોયે?
મોદીકી આંખોમેં આંસુ..
મોદી રો પડે,..
મોદી ક્યોં રો પડે ..
મોદી કે આંખોમેં આંસુ આ ગયે,..
મોદી ક્યોં રોને લગે?
નીતીશ કે બિહારમેં મોદી રોને લગે ..
મોદી બિહારમેં રો પડે …
પત્થરકા જવાબ ઈંટસે દેને વાલે મોદી રો પડે
મોદી ક્યોં રો પડે?
મોદી બિહારમેં ક્યોં ગયે?
મોદીકો બિહારમેં ક્યું રોના પડા?
નીતીશકે બિહારમેં મોદીકો ક્યોં રોના પડા?
મોદી કે આંખમેં ક્યોં આંસુ આ ગયે?
દેખીયે આજ રાત ૯=૩૦.

આની આજ ન્યુઝ લાઈનો બોટમમાં તો લગાતાર ૪૫ મીનીટ સુધી બતાવ્યા કરી તો ખરી જ, પણ વીડીયો ક્લીપ બતાવે ત્યારે ટૉપમાં પણ આજ લાઈનો બતાવે. વીડીયો ક્લીપમાં મોદી કાં તો ચશ્માની નીચે આંખો સાફ કરતા હોય અથવા ભીની આંખે જોતા હોય છે. મોદી ગાડીમાંથી ઉતરતા હોય, મોદી ચાલતા હોય .. વિગેરે વિગેરે.

પછી ૯=૩૦ વાગે ઉપરની બધી ક્લીપો વીડીયો ક્લીપ સાથે રીપીટ થયા કરી. (મોદીનો ફક્ત એક કે એક મીનીટનો પરિચય આપ્યો. આ પરિચય જોકે પ્રત્યક્ષ રીતે બહુ નકારાત્મક ન હતો પણ મોદી આત્મશ્લાઘા કરે છે તેમ તારણ કાઢી શકાય. જોકે આપણે મોદીને એ વાતોનો ઉલ્લેખ કરતા સાંભળ્યા નથી.) અને ટીવી ચેનલે સમય પૂરો કર્યો. એક મીનીટના પરિચયને મોદીના આંસુ સાથે કોઈ સંબંધ ન હતો અને મેળ પણ બેસતો નહતો. ૪૫ મીનીટકે હોજસે બીગડી, એક બુંદ સે ધો નહીં સકતે.

ગુજરાતના શક્તિશાળી નેતાઓ અને ગુજ્જુ વિદ્વાનો
ગુજરાતના શક્તિશાળી નેતાઓ પ્રત્યે નહેરુવંશીય ચાહકોનું વળગણ વિશિષ્ઠ પ્રકારનું અને કદીક નિર્લજ પ્રકારનું વર્તન રહ્યું છે. તેમને ખબર છે કે જો ગુજરાતી નેતા એક વખત ચીટકી જશે તો આપણી દુકાનો બંધ થઈ જશે.

ગુજ્જુ વિદ્વાનો ખુદ, ગુજ્જુનેતાઓની બુરાઈ કરવામાં પાછા પડ્યા નથી. દુઃખ આ વાતનું છે.
દુઃખદ વાત એ છે કે સરદાર પટેલને બાદ કરતાં ગાંધીજીથી શરુ કરી નરેન્દ્ર મોદી સુધીના બધા જ શક્તિશાળી નેતાઓની બુરાઈ કરવામાં ગુજ્જુઓ ખુદ પાછા પડ્યા નથી.

સામાન્ય આરએસએસનો નેતા “અવાચન” અને ગેરસમજણને હિસાબે ગાંધીજીનો વિરોધ કરે છે. તેમજ પ્રમાણભાન ની પ્રજ્ઞાના અભાવના કારણસર તે મોરારજી દેસાઈનો અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે. જેઓ પોતાને પ્રજ્ઞાવાન અને વિશ્લેષક માને છે તેવા મુર્ધન્યોએ છેલ્લા બે નેતાઓની બુરાઈ અને મજાક કરવામાં કચાશ રાખી નથી. ગુજ્જુ અખબારી મૂર્ધન્યો તો આદુ ખાઈને મોદીની પાછળ પડ્યા છે.

આપણે જોઇએ કે કયા કયા ગુજ્જુએ ગુજરાતના સક્ષમ નેતાના ટાંટીયા ખેંચીને હેઠા પાડવાની પ્રયત્નો કરેલ.

જીવરાજ મહેતાનું ગ્રુપઃ
મોરારજી દેસાઈના ટાંટીયા ખેંચવામાં ગુજરાતમાંના નહેરુના ટેકેદારોએ મોટો ભાગ ભજવેલ. જેમાં જીવરાજ મહેતાનું ગ્રુપ આગળ પડતું હતું.

૧૯૬૯માં જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે આજ ગ્રુપના નેતાઓ ઈન્દીરાઈ કોંગ્રેસમાં કુદ્યા હતા.

૧૯૬૯માં પ્રજા સમાજવાદી પાર્ટી (પીએસપી)

પીએસપી ગ્રુપમાંથી છબીલદાસ મહેતા અને અમુક નેતાઓએ પાટલી બદલી અને ઇંદીરા કોંગ્રેસમાં કુદ્યા.

૧૯૭૦માં ઈંદીરા ગાંધીના જ્વલંત વિજય પછી પીએસપી ગ્રુપના બાકીના બધા જ નેતાઓ ઇંદીરા કોંગ્રેસમાં કુદી પડ્યા હતા.

 

હિતેન્દ્ર દેસાઈએ હજુ મોરારજીનો એટલે કે કોંગ્રેસ (સંસ્થા)નો સાથ છોડ્યો ન હતો.

 

૧૯૬૯માં કોંગ્રેસના વિભાજન પછી થોડા સમયમાં અમદાવાદમાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડ થયેલ. તે હુલ્લડ કેવી રીતે થયું એ એક સંશોધનનો વિષય છે. સ્વતંત્રપક્ષ,  હિતેન્દ્ર દેસાઈની સરકાર બચાવવા તત્પર હતો. જોકે ભાઈકાકા ગુજરી ગયા હતા એટલે સ્વતંત્ર પાર્ટીમાં પણ ભંગાણ પડી ગયું હતું.

 

મોટાભાગના નેતાઓ ખાઉધરા ઉંદર

૧૯૭૦માં ઈન્દીરાને લોકસભામાં બહુમતિ મળી એટલે મોટાભાગના નેતાઓ ખાઉધરા ઉંદરની જેમ ઈન્દીરાઈ કોંગ્રેસમાં દોડી ગયા હતા. ૧૯૭૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈન્દીરાઈ કોંગ્રેસે ૧૬૨ માંથી ૧૪૦ સીટો નો ભવ્ય વિજય મેળવ્યો અને ગુજરાતની પડતી શરુ થઈ.

કોમી રખમાણો થયા. નયી ઈન્દીરાની રોશનીમાં દેશના અને ગુજરાતના ઘણા જ મુર્ધન્યોએ પોતાના મોઢાં કાળા કરેલા.

સૌનો ભ્રમ ભાંગ્યો. નવનિર્માણ થયું. પણ તે દરમ્યાન ઈન્દીરા ગાંધીએ સવર્ણ અને અસવર્ણ વચ્ચે રાજકીય દ્વેષ ઉભો કરી દીધેલો. એટલે ઘણા હકારાત્મક ગુણો જનતા મોરચામાં હોવા છતાં તે ઈન્દીરાઇ કોંગ્રેસને ૧૯૭૫માં કારમી હાર ન આપી શક્યો. ફક્ત પાતળી હાર આપી.

૧૯૭૫ માં ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદી. ૧૯૭૬માં જનતા મોરચાની બાબુભાઈ જશભાઈ પટેલની સરકારને ઈન્દીરા ગાંધીએ પક્ષપલ્ટુઓ દ્વારા ઉથલાવી.

૧૯૭૭માં વળી જનતા મોરચાની સરકાર પાછી આવી જે ૧૯૮૦માં ફરીથી તૂટી પડી.

ગુજરાતમાં જ ગુજરાતીઓની કિમત ન રહીઃ

આ સીલસીલો ૧૯૯૫ સુધી તો ચાલ્યો જ ચાલ્યો. કેશુભાઈના પગ ખેંચનારા ગુજરાતીઓ પણ જન્મ્યા જ હતા. શંકરસિંહે તેમને પછાડ્યા અને તેઓ પણ પછડાયા. કેશુભાઈને જનતાએ ફરીથી જીતાડ્યા હતા.

કેશુભાઈ વહીવટમાં નિસ્ફળ
કેશુભાઈ વહીવટીમાં નિસ્ફળ ગયેલ હતા ખાસ કરીને ભૂકંપના રાહત કાર્યોમાં અરાજકતા અને ખાઉકડગીરી હદબહારની વધી ગઈ હતી. ભૂકંપ પીડીતોને મળેલી વસ્તુઓ ખૂલ્લેઆમ વેચાતી હતી. ભૂકંપ પહેલાં પણ ચૂંટણીમાં બીજેપીનો પરાજય થવા માંડ્યો હતો.

અમદાવાદ જેવું અમદાવાદ પણ બીજેપીએ ગુમાવ્યું હતું.

કેશુભાઈ ને અખબાર તંત્રે મજાકનું પાત્ર બનાવી દીધા હતા. ૨૦૦૨ની વિધાનસભાની ચૂટાણીમાં બીજેપીનો પરાજય નિશ્ચિત હતો.

જો કે ગુજરાતમાં જે આફતો આવી અને જે થયું એવું બીજા રાજ્યોમાં થાય એ તો સામાન્ય વાત જ ગણાય છે. પણ આ તો ગુજરાતમાં થયું અને વળી બીજેપીના રાજમાં થયું એટલે તેની ટીકા તો પેટ ભરાઈ જાય એટલી નહીં પણ પેટ ફાટી જાય એટલી બધી ટીકાઓ થવી જ જોઇ એવું નહેરુવંશી પાર્ટીના નેતાઓ અને અ-ગુજ્જુ સમાચાર માધ્યમો માને છે.

આ લોલં લોલમાં ગુજ્જુ મૂર્ધન્યો પણ લાબું વિચાર્યા વગર કૂદી પડે છે.

ઈશ્વરની બુદ્ધિને સુઝ્યું અને તેમણે બીજેપી મોવડી મંડળને સદ્‌બુદ્ધિ આપી કે જેથી મુખ્ય મંત્રી બદલાયા અને નરેન્દ્ર મોદી રખાયા. નરેન્દ્ર મોદીએ ખાઉકડ અમલદારોને સસ્પેન્ડ કર્યા અને સારો વહીવટ ચલાવ્યો.

 

યોગાનુયોગ એક વાર નરેન્દ્ર મોદીથી બોલાઇ ગયું કે બીજેપીના રાજકાળમાં ગુજરાતમાં કોમી દંગાઓ બંધ થઈ ગયા છે.

 

આ વાતથી નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું હશે. અને ૨૦૦૨માં ગોધરા સ્ટેશને ડબ્બો સળગ્યો. આ કાવતરામાં સામેલ સ્થાનિક કોંગી નેતા પાકિસ્તાન ભાગી ગયા છે.  વળી એક કોંગી નેતાથી બોલી પણ જવાયું કે મોદીએ  “બીજેપીના રાજકાળ માં ગુજરાતમાં કોમી દંગાઓ બંધ થઈ ગયા છે” એવું કહીને કેમ મુસ્લિમોને ઉશ્કેર્યા?

ટૂંકમાં ગુજરાતી નેતાઓને કોઈપણ રીતે વાંકમાં લેવા એ ગુજ્જુ કોંગ્રેસીઓના સંસ્કાર છે.

અખબારી મૂર્ધન્યો પણ ક્યાં પાછળ રહી ગયા છે?

જ્ઞાતિવાદી સમીકરણો બનાવીને, તેને ઉછાળીને તેને લગાતાર પ્રસિદ્ધિઓ આપીને વાગોળીને આ અખબારી મૂર્ધન્યોએ ગુજરાતમાં બીજા રાજ્યો જેવો જ્ઞાતિવાદ ઉભો કરવાની અથાગ કોશિસ કરી છે. જાણે કે ગુજરાતનો નબળો જ્ઞાતિવાદ તેમને કણાની જેમ ખૂંચતો ન હોય?

 

“પટેલોએ ઘણું સહન કર્યું… હવે સહન કરી શકાય તેમ નથી. હવે અમે પાછા પડીશું નહીં….”

“નરેન્દ્ર મોદીના રાજમાં હવે બ્રાહ્મણ વાણીયા કેબીનેટ પ્રધાન બનશે નહીં..”,

“સરકારી નોકરો હવે મોદીશાહી થી તંગ આવી ગયા છે.. તેઓ મોદીને પોતાનું બળ બતાવી દેશે..”,

“માલધારીઓ હવે અન્યાય સહન કરશે નહીં..”

“નરેન્દ્ર મોદીએ બ્રહ્મતેજ જોયું નથી..”

હા જી …  આ બધી જ્ઞાતિઓ જ છે. જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું એટલે દેશને વધુને વધુને ખાડે નાખવો એ જ અર્થ થાય. અખબારોએ તો ખાસ સમજવું જોઇએ. સૌએ એક માણસ તરીકે કાયદાનું પાલન કરવાનું છે. જો કાયદો અન્યાય કારી હોય તો તે કેવો હોવો જોઇએ તેની વાત કરો. પણ એક જ્ઞાતિ તરીકે ભેદભાવ ઉભો ન કરો.

 

રાજસ્થાનમાંના જ્ઞાતિવાદી દંગાઓ

રાજસ્થાન માં ગઈ ચૂંટણીમાં જ્ઞાતિવાદી દંગાઓ અને પ્રદર્શનો થયા હતા. આ ગુજ્જર, નીનામા, બકેરવાલ વિગેરેના જાતિવાદી આંદોલનો ચલાવીને નહેરુવીયન કોંગ્રેસે રાજસ્થાન કબજે કરેલ.

તેવીજ રીતે ગઈ લોકસભાની ચૂંટણીમાં કેશુભાઈએ જ્ઞાતિવાદી સુર ચલાવી બીજેપીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટો ઘાટો કરેલ.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના જેવી સંસ્કૃતિવાળા સમજે છે કે નરેન્દ્ર મોદીની આગેકૂચ રોકવી હોય અને તેના મતોને વિખેરી નાખીને પોતે લાભ લેવો હોય તો જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશવાદ ઉભો કરવો જ પડશે.

એક બાજુ મોદીના વિકાસને નકારો અને બીજીબાજુ જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશવાદના આધાર ઉપર જનતાને બહેકાવો.

તમે તાજેતરના અખબારો ઉપર નજર કરશો તો એક વાત ઉડીને આંખે વળગશે કે એક અગ્રગણ્ય અખબાર દિવ્યભાસ્કર જ્ઞાતિવાદ ના આધારે મત પડવાના હોય તે રીતે ઉમેદવારોના ભાવીનું વિશ્લેષણ રોજ રોજ આપ્યા કરે છે.

 

સફેદ જુઠ

આમ તો અખબારો દાવો કરે છે કે અમે પેઈડ સમાચારો છાપતા નથી.

પેઈડ સમાચારો એટલે કે પૈસા લઈને સમાચારો છાપવા. અને તે માટે એક જાહેરાત પણ લખે છે કે જો કોઈ પૈસા લઈને સમાચાર છાપી આપવાની વાત કરતો હોય તો ફલાણા ફલાણા નંબર ઉપર ફોન કરવો. પણ આતો કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવી વાત છે. તમે સમાચારની હેડલાઈન જુઓ. તમને સમાચારની હેડલાઈન ઉપરથી અને તેમાં ગોઠવેલા વાક્ય પ્રયોગ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે પૈસા કોણે આપ્યા હશે, કોણે લીધા હશે અને કયા લેવલ ઉપર પૈસાની લેવડ દેવડ થઈ હશે.

 

થોડી અખબારી હેડ લાઈનોઃ

“આ વખતની ગુજરાતની ચૂંટણી લાયકાત અને લોકપ્રિયતાની વચ્ચેની છે.”
કોની લાયકાત?
કોની લોકપ્રિયતા?
શું જે લાયકાત વાળો છે તે લોકપ્રિય નથી?
શું જે લોકપ્રિય છે તે લાયકાત વાળો નથી?
સમાચાર પત્રમાં આ વિષે કશો ફોડ પાડવામાં આવશે નહીં. મોદીને જો લાયકાત વાળો સમજો તો તે લોકપ્રિય નથી એમ સમજવું પડશે તેવો સંદેશ છે. અથવા જો તે લોકપ્રિય છે તો તે લાયકાત વગરનો છે તેવો સંદેશ છે.

“સોણીયા ગાંધીએ બીજેપીને સાણસે ભીડાવ્યું”

“સાણસે ભીડાવ્યું” એ શબ્દ પ્રયોગ સોનીયા ગાંધીની ચાપલુસી જેવો જ લાગે છે. કારણ કે સાણસે ભીડાવવું એટલે “છટકી ન શકાય તેવો મોતનો સકંજો” એવો જ થાય છે. પણ તમે જો સોનીયા ગાંધીના ઉચ્ચારણોની વિગતમાં જશો તો સોનીયા ગાંધીએ પોતાનું  “મોઢું ખાલી કરવા” સિવાય કશું નથી”.

તેનાથી ઉલ્ટુ નરેન્દ્ર મોદી જે જવાબ આપે છે તે માહિતિપ્રદ છે.

કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી ટોલ ટેક્ષ ઉઘરાવે છે પણ ગુજરાતના રસ્તાઓના વિકાસ માટે કશું પણ આપતી નથી. કેન્દ્ર કહે છે કે ગુજરાતમાં રસ્તાઓ વિકસિત છે. જ્યારે હેલીકોપ્ટરમાં બેસીને રસ્તા જોનારી સોનીયા ગાંધી કહે છે કે ગુજરાતના રસ્તાઓ ની હાલત સારી નથી. નરેન્દ્ર મોદી આવો જવાબ આપે છે. આ જવાબ એવો છે કે સોનીયા ગાંધી જ સાણસામાં આવે છે. પણ જે સમાચાર પત્ર પોતાને “અન પેઈડ” સમાચારો છાપનારું જણાવે છે તે નરેન્દ્ર મોદીનો આ સોનીયા ગાંધીને સાણસામાં લેતો જવાબ છાપતું જ નથી. એટલે કાંતો આ સમાચાર પત્ર બેવકુફ છે અથવા તો ઠગ છે. આ સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી.

સમાચાર પત્રો, સોનીયા ગાંધીના ઉચ્ચારણોને એટલેકે નહેરુવીયન કોંગી નેતાઓના ઉચ્ચારણોને ગ્લોરીફાય કરે છે. “અહો રુપં અહો ધ્વનિ” ના શિયાળની જેમ સમાચાર પત્રો, મુખ્ય પાનાઓ ઉપર મુખ્ય જગ્યાઓ ઉપર મોટા અક્ષરો સાથે સોનીયાને ચમકાવવાની પ્રણાલી પાડે છે.

સોનીયા ગાંધી ભલે કોઈ જવાબદારી વાળો પ્રજાકીય હોદ્દો ન ધરાવતા હોય, અને નરેન્દ્ર મોદી ભલે ગુજરાતના મુખ્ય પ્રધાન હોય, પણ તે બીજેપીના છે, ગુજરાતી છે અને વળી નહેરુવીયન કોંગ્રેસની સામે પડેલા છે એટલે તેમણે આપેલા જવાબો ન છાપો તો પણ ચાલે. જો કદાચ આત્મા નો ડંખ વધુ જોર કરતો હોય તો નરેન્દ્ર મોદીની વાતને ક્યાંક નાની કટારમાં અર્ધી પડધી નાના અક્ષરોમાં છાપો.

આમ તો આ સમચાર પત્રો, નરેન્દ્ર મોદીના વિજયને સાવ નકારી કાઢતા નથી. તો એનો અર્થ એવો થયો કે તેઓ એટલું તો સમજે જ છે કે બીજેપીને ઠીક ઠીક બેઠકો મળવાની તો છે જ. તો પછી તેઓ જનતાની વાસ્તવિક લાગણીઓને પ્રતિબિંબિત કરવામાં કેમ ઉણા ઉતરે છે?
અરે ભાઈ, આ ગુજરાતી ભાઈ, નરેન્દ્ર ભાઈ ને તો ઉગતો જ ડામી દો. તે આપણી દુકાન બંધ કરી દેશે. આપણે તો નહેરુવીયન કોંગ્રેસ જ સારી. લુંટો અને લુંટવા દો. ગુજ્જુ નેતાઓને તો ઉગતા જ દાબી દો. દિલ્લીકી સરકારકે સામને સર ઉઠાકે, ઉંચી આવાજસે બોલતા હૈ? તો ઉસકો હર હાલતમેં ખતમ કરો.

કોંગી નીતિઃ અભિમન્યુ રુપી આ ગુજરાતીને (નરેન્દ્ર ને) એકલો પાડી દો અને ખતમ કરો.

આપણે સૌ ગુજરાતીઓ (ગુજરાતીઓ એટલે સૌ કોઈ જેઓ ગુજરાતને અને દેશને ચાહે છે) એક થઈ નવા અભિમન્યુ, નવા દયાનંદ, નવા વિવેકાનંદ, નવા સરદાર અને નવા મહાત્મા ગાંધીરુપ આપણા સ્વપ્નના ગુજરાતના મુખ્ય મંત્રીને રાક્ષસોથી બચાવીએ.

ગુજરાતીઓની ઓળખઃ

૧૯૪૭ અને પછી વિદેશમાં;-  ઓહ તમે ગાંધીના ઈન્ડીયામાંથી આવો છો?
૧૯૪૭ અને પછી દેશમાં;- ઓહ તમે ગાંધીના ગુજરાતમાં થી આવો છો?
૧૯૭૩ અને પછી દેશમાં;- ઓહ તમે મોરારજી દેસાઈના ગુજરાતમાંથી આવો છો?

૨૦૦૫ અને પછી દેશ અને વિદેશમાં;- ઓહ તમે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં થી આવો છો? આવો આવો… કેમ છો? 

 

શિરીષ મોહનલાલ દવે

http://treenetram.wordpress.com

My Shopping Experience in Karnavati (Ahmedabad)’s Famous Manekchawk area

(This was written on 11/11/12)

I went shopping in Manek Chawk, Tran Darwaja (three gates) area of Karnavati (Ahmedabad) today. In American parlance this would be called downtown.

It was a veritable sea of humanity and vehicles of all shape and color. Traffic was so intense that pedestrians were vying for a foothold along with scooters, motor bikes, bicycles, rickshaws, cars, tempos and everything else on four wheels. There were shouting match a galore and nilly willy I got in an argument with a motor bike driver who found fault with us hapless pedestrians; when he kept telling me to move to the side, when there was really no side to move to, I had to ask him, if he wanted me to walk over his and other drivers’ heads or would he be rather satisfied by driving over all of us. At times I thought, no matter how much I tried to be careful, a wheel was going to run over my foot. Fact that this is Deepawali time, did not help the matters.

I was told to watch my wallet and there were signs all over the place not to put one’s purse or wallet in the shopping bag. I had divided my few thousand rupees in two pant pockets and was constantly on guard; however, if one would have been able to take it from my pocket in that dense crowd where it was hard to even know where your limbs were, he/she would have well deserved it!
Traafic-ManekchawkIn a sense it was a microcosm of what Bharat is all about. Intense struggle and competition to stay afloat and survival of the fittest. No niceties here, no “thank you” or “excuse me” here. It was sheer sense of self preservation.Another aspect was the varieties of products available. For those who do not know Karnavati or Manek Chawk area, this is mostly, on the road vendors markets competing with super crowded, small stores.
IMG_3287
You can buy clothes, shoes, artificial and real jewelry, Gold, fire crackers, sweets, decoration items, books, stationery, utensils, fast food, construction items, vegetables, fruits, medicines, flowers, perfumes, furniture- you name it and it is there. These markets spread over less than 0.5 square miles caters to all economic strata, except the super rich or snobs. Amongst all these, there are Mandirs as well as Masjids too and cows find their own way!
IMG_3290
It was interesting to see a hawker shouting sale of a Rs. 80 items for Rs. 60 and exhorting this as the last day of the sale. I have no doubts that were I to go there tomorrow, he would be still repeating that same, last day of sale pitch!Similarly a footpath vendor from whom I bought artificial flowers claimed that it was his “Boni”, meaning it was the first sale of the day while he had already sold to two customers in front and ahead of me! This is Karnavati and this is Bharat- as the song goes, I love my India.IMG_3298Another interesting facet of this “free” enterprise is that a majority of vendors and shopkeepers are Muslims but the buyers are mostly Hindus. As a matter of fact this area is known to be a Muslim fortress for ages. Same people who kill each other during riots, do the business amicably in peaceful times. It is a human paradox.
IMG_3299Observing all these in a span of two hours, I felt that someone should do a Ph.D. on the dynamics of Manek Chawk and Tran Darwaja market. It would surely bring out interesting and hidden facts of this at least, 500 years old market.
At he end of the day, looking to the total traffic indiscipline and chaos, I felt that Bharat could not be a super power in true sense of the word, no matter how affluent it becomes. But then again perhaps, its vitality remains rooted in chaos and not the orderliness of the West to which I am accustomed after spending better part of my life outside Bharat.

CONGRESS Defined

CONGRESS Defined

C = Corrupt to the Core
O = Organized Criminal Gang
N= Not Hindu
G= Gobbelsian Liers
R= Rogues
E= Ersatz (artificial)
S= Slaves of dynasty
S= Scoundrels

In Your Hands Lies future of Bharat- Vote Today, Vote Wisely, Vote BJP

In Your Hands Lies future of Bharat- Vote Today, Vote Wisely, Vote BJP

Today Gujarat goes to poll. This is a momentous day.

It is not the question of whether BJP will win or not

It is not the question of whether BJP will get more seats than in 2007 or not,

It is not the question of whether Narendra Modi will be reelected as Gujarat Chief Minister or not

It is not the question of whether a strong showing in this election will propel Narendra Modi towards candidacy for the position of Bharat’s Prime Minister or not

All of the above questions are important but not as important as the question,

Will this election determine if our nation would get rid of Congress culture once and for all or not?

2300 years back, Pandit Vishnugupta took a vow not to tie his “shikha” until he had uprooted the Nand Dynasty from the soil of the kingdom of Magadha. He achieved this objective and established Maurya Empire, making Chandragupta Maurya its king. We know this Vishnugupta as Chanakya.

Today, you, the Gujarat voters have the historic opportunity to be the Chanakya. You can  hasten throwing of Congress culture lock, stock and barrel in to Hindi Mahasagar a la Chanakya style.

  • To achieve real freedom for Bharat,
  • to end minority appeasement,
  • to end mollycoddling of terrorists,
  • to end rampant Christian conversion,
  • to end losing the Northeast, Kashmir, West Bengal, Kerala and Tamilnadu
  • to end selling off Bharat to Western Imperialism,
  • to end strikes at the roots of Hindu ethos and culture,
  • to end uncontrolled loot to the tune of trillions of rupees of national exchequer,
  • to end division of Bharat by use of caste and religion,
  • to shake off  the death grip of  Nehru-Gandhi dynasty on the body politics of Bharatmata,

You the voters of Gujarat have to start a hurricane to wipe off Congress from its roots in Gujarat.

Let that turn into a tidal wave of Tsunami by 2014 that will destroy Congress from across the land of Bharat

So would the Congress be uprooted and destroyed from Gujarat in 2012 election, in turn leading to its banishment at national level in 2014?

Now, that is the question that this election poses and also offers an opportunity to act.

Do not fail Bharatmata today and on December 17. In your hands lies the future of Bharat. Vote anti-Congress, Vote for Narendrabhai’s BJP.

Forward this to your friends; if needed, translate into Gujarati.

Thank you and Jay Hind

Gaurang G. Vaishnav

Edison, NJ, USA

Hildaraja's Blog

about my reactions and responses to men and affairs

બોઝિલ

EXISTANCE ON THE EARTH IS STILL BOZIL ..

રઝળપાટ

- મારી કલમ ના પગલા

World Hindu Economic Forum

Making Society Prosperous

Suchetausa's Blog

Just another WordPress.com weblog

Guruprasad's Portal

Inspirational, Insightful, Informative..

Aksharnaad.com

Read, Listen, Feel Gujarati.

Ramani's blog

Health Mantras Hinduism Research Global Hinduism History Science Vedic Texts

Jayshree Merchant

Gujarati Writer & Poet

થીગડું

તૂટી-ફૂટી ગયેલા વિચારો પર કલમ થી માર્યું એક થીગડું.....

Swami Vivekananda

Let noble thoughts come to us from all sides, news too..

Acta Indica › The St Thomas In India History Swindle

Articles on the dubious Saint Thomas in India legend by noted historians, researchers, and journalists

2ndlook

Take a 2ndlook | Different Picture, Different Story

उत्तरापथ

तक्षशिला से मगध तक यात्रा एक संकल्प की . . .

Stories from the Heartland

One Californian's life as a Midwest transplant

Vicharak1's Weblog

My thoughts and useful articles from media

%d bloggers like this: